તાજેતરમાં જ તા.૧૪/૬/ર૦૧૮ના રોજ મોડાસાની અગ્રીમ શાળા શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,મોડાસામા ટેકનિકલ શિક્ષાણના માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાઈ ગયો..
મોડાસા નગરની ટેકનિકલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ખત્રીસાહેબે આ તબકકે....વર્તમાન સામયમાં ટેકનિકલ શિક્ષાણની અનિવાર્યતા અને ઉપયોગિતા વિષય પર મનનીય પ્રવચન આપી ધો-૯ના વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષાણ લેવા ઉત્સાહિત કરી પ્રેર્યા હતા.
ધો-૯ના વર્ગશિક્ષાકશ્રીઓ,શાળાના ટેકનિકલ ઈન્ચાર્જ શિક્ષાક શ્રી કનુભાઈ જોષી તથા ધો-૯ના વિદ્યાર્થી ભાઈ-બહેનોની ઉપસ્થિતિ માં યોજાયેલ,આ કાર્યકમમાં શાળા પ્રિન્સિપાલ શ્રી ડૉ .જિજ્ઞેશભાઈ સુથારે 'ર૧મી સદી ટેકનીકલ જ્ઞાનની' વાતને પ્રોત્સાહિત કરી હતી.